spot_img

લિવિંગસ્ટોને IPLની સૌથી લાંબી સિક્સ ફટકારી: 117 મીટરની સિક્સ જોઈને શમી આશ્ચર્યચકિત થઈ ગયો, રાશિદે બેટ ચેક કરવાનું શરૂ કર્યુ

ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મંગળવારે ગુજરાત ટાઇટન્સ (GT) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાયેલી મેચમાં પંજાબના બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોને આ સિઝનની સૌથી લાંબી સિક્સ ફટકારી હતી. તેણે મોહમ્મદ શમીની બોલ પર 117 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. બોલ સ્ટેડિયમની બહાર પડ્યો હતો.

પંજાબની ઇનિંગ્સની 16મી ઓવરમાં, બોલર મોહમ્મદ શમીના પ્રથમ બોલે, લિવિંગસ્ટોને ડીપ સ્ક્વેર લેગ પર 117 મીટર છગ્ગો ફટકાર્યો. શમી પણ આ શોટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે જ સમયે, રાશિદ ખાન મજેદાર રીતે લિવિંગસ્ટોનનું બેટ ચેક કરવા પહોંચી ગયો હતો.

લિયામ અહીં જ ન અટક્યો, તેણે આ પછી વધુ બે સિક્સર ફટકારી. આ ઓવરમાં તેણે 28 રન બનાવ્યા હતા. લિયામે તેની ઇનિંગમાં 10 બોલમાં અણનમ 30 રન બનાવ્યા હતા. જેમાં 3 સિક્સ અને 2 ફોરનો સમાવેશ થાય છે.

બ્રેવિસે રેકોર્ડ તોડ્યો
તેના પહેલા આ સિઝનમાં સૌથી લાંબી સિક્સ ફટકારવાનો રેકોર્ડ મુંબઈના બેટ્સમેન ડેવોલ્ડ બ્રેવિસના નામે હતો. તેણે 112 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

લિયામ પણ સૌથી લાંબી સિક્સમાં ત્રીજા અને પાંચમા નંબરે છે
આ સાથે જ લિયામ પણ આ સિઝનમાં સૌથી લાંબી સિક્સમાં ત્રીજા અને પાંચમા નંબર પર છે. લિયામે 108 અને 106 મીટર લાંબી સિક્સર ફટકારી છે. જોસ બટલર ચોથા નંબર પર છે. તેણે 107 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.

પંજાબે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું
પંજાબ કિંગ્સે એકતરફી મેચમાં ગુજરાત ટાઇટન્સને 8 વિકેટે હરાવ્યું હતું. PBKS પાસે 144 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 16 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. શિખર ધવને અણનમ 62 રન બનાવ્યા હતા અને તે ટોપ સ્કોરર રહ્યો હતો.

Related Articles

Stay Connected

5,255,156FansLike
93,353FollowersFollow
1,245,745SubscribersSubscribe
- Advertisement -

Latest Articles