અમેરિકાના ટેક્સાસમાં પટેલ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતી લોકગાયિકા ગીતા રબારી પર ડોલરનો વરસાદ, જુઓ વિડીયો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું છે. યુદ્ધની આ સ્થિતિમાં અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાત ના લેઉવા પટેલ સમાજએ યુક્રેનના લોકોની મદદ માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતના જાણીતા લોકગાયિકા ગીતાબેન રબારીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વિદેશો માં ગુજરાત માંથી જઈ ને સ્થાઈ થયેલા પટેલ સમાજ નું ઘણું મોટું નામ છે અને તેઓ ત્યાં સારી એવી માલ મિલકત પણ ધરાવે છે. તેમજ સેવા અને મદદ માટે હંમેશા આગળ આવી મદદ કરતા જોવા મળે છે ત્યારે વધુ એક વખત પટેલ સમાજ ની દરિયાદિલી ના દર્શન અમેરિકા માં ગીતા બેન ને થતા એમને ભરપેટ પટેલ સમાજ ના વખાણ કર્યા હતા.

ગીતાબેન રબારીના આ કાર્યક્રમમાં લોકોએ તેમના પર ડોલરનો વરસાદ કર્યો હતો. ગીતા રબારીનો સુરીલો અવાજ સાંભળવા દૂર-દૂરથી લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન આખા કાર્યક્રમમાં યુક્રેનને મદદ કરવા માટે $3 લાખ એટલે કે 2.25 કરોડનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું.

સુરતના લેઉઆ પટેલ સમાજ દ્વારા અમેરિકાના ટેક્સાસમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌએ ગીતા રબારી પર ડોલરનો વરસાદ કર્યો હતો. ગીતા રબારી પર ડોલરનો વરસાદ થયો હોવાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ કાર્યક્રમને કારણે કુલ $3 લાખ એટલે કે રૂ. 2.25 કરોડનું ભંડોળ એકત્ર થયું હતું. જે તમામ યુક્રેનને દાનમાં આપવામાં આવશે. જણાવી દઈએ કે ગીતા રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તે અલગ-અલગ શહેરોમાં અનેક કોન્સર્ટમાં પોતાનો દેખાવ કરી રહી છે.

તેમના દરેક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે અને તેમના ઘણા પ્રદર્શનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો તેના દરેક ગીત પર ડોલરનો વરસાદ કરતા જોવા મળે છે. ઘણા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તેમની આસપાસ ડોલરના ઢગલા પડ્યા છે.

Leave a Reply