અમદાવાદઃ માઉન્ટ આબુમાં યોજાનાર પર્વતારોહણમાં સાવરકુંડલાની બે યુવતીઓ ભાગ લેશે,જાણો પુરી વિગત…

એનસીસીના બે કેડર વિદ્યાર્થીઓ મકવાણા ભારતી અને બગડા મીનાએ આ તાલીમમાં રસ દાખવી તાલીમ મેળવી હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા પર્વતારોહણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાવરકુંડલા શહેરની ઘેલાણી મહિલા કલા મહાવિદ્યાલયના NCC કેડરના બે વિદ્યાર્થીઓ મકવાણા ભારતી અને બગડા મીનાએ આ તાલીમમાં રસ દાખવી તાલીમ મેળવી હતી.

આચાર્ય અને સ્થાનિક મહાનુભાવોએ આ તાલીમને ખૂબ જ ઉત્સાહથી બિરદાવી હતી.બંને યુવતીઓ હવે 11મા મહિનામાં માઉન્ટ આબુમાં યોજાનારી પર્વતારોહણ સ્પર્ધામાં ભાગ લેશે.બંને યુવતીઓ હવે 11મા મહિનામાં માઉન્ટ આબુમાં યોજાનારી પર્વતારોહણ સ્પર્ધામાં ભાગ લેશે. હાલમાં, આ વિદ્યાર્થિનીઓ ટ્રેકિંગની તાલીમ, રેપેલિંગ દોરડાની ગાંઠની તાલીમ લઈ રહી છે.

જેમાં સાવરકુંડલાની બે યુવતીઓ સહિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટની કુલ 42 યુવતીઓને તાલીમ આપવામાં આવી હતી. આ યુવતીઓ હાલ સાવરકુંડલાની મહિલા કોલેજમાં અભ્યાસ કરી રહી છે અને હાલમાં પર્વતારોહણની તૈયારી કરી રહી છે અને તેઓને કોલેજના આચાર્ય અને પ્રોફેસર દ્વારા તમામ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

કેમ્પ 13 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાયો હતો
ભારતી મકવાણા અને બગડા મીના બંને ઉત્સાહપૂર્વક તેમના માતા-પિતા સાથે નવેમ્બરમાં માઉન્ટ આબુ ખાતે 11 દિવસની તાલીમની તૈયારી કરી રહ્યાં છે. જૂનાગઢમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા 74 યુવાનો અને મહિલાઓને સંરક્ષણ જાગૃતિ સાથે તાલીમ આપવામાં આવી હતી.

સ્વચ્છતા અભિયાન સહિતની તાલીમ. પી.રાજપૂત સહિતના અધિકારી દ્વારા આપવામાં આવી રહી છે. કેમ્પનું આયોજન 13 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતું.